પ્રવીણ ગઢવી ~ આ હવા * Pravin Gadhvi
આ-
હવા
આ –
જંગલ ઝાડી, સાગની કલગી,
કાંટાળી ઝાડી,
વાંસ ઝૂંડની જાળી
વનવાસીના વૃદ્ધ ચહેરાની કરચલી.
આ –
મહુડાની છાક,
દીપડાની છલાંગ,
ધુમ્મસની ધાબળી ઓઢી
ઘોરતા પહાડ.
આ –
તાતાતીર થકી વિંધાયેલી હાંહડી.
આ –
તડકાની તાડી
ઘટઘટ પીતાં ખાખર પાન
આ –
ખાપરીનું કોપરિયું જળ
આહ…
વાહ…
આ – હવા !
~ પ્રવીણ ગઢવી
હવાને ઘૂંટડે ઘૂંટડે પીવાની વાત ચિત્રાત્મક રીતે અને મધુરતાથી ઉપસી આવી છે. વાહ કવિ!
કવિનો આજે 75મો જન્મદિવસ. શત શત અભિનંદનો….. જોરે કલમ જિયાદા…..
તડકાની તાડી ઘટકઘટક પીતાં ખાખરાનાં પાન..આ કલ્પના જ ખૂબ સરસ છે. કવિને જન્મદિવસ મુબારક.
વનવાસી ,પ્રકૃતિ તથા પરમ તત્વ-બધું કવિતામાં ઓતપ્રોત.
વનવાસી, પ્રક્રુતિ, અને પરમ તત્વ ખુબ સાચી વાત હરીશ દાસાણી જી ની કવિ શ્રી ને જન્મદિવસ ની વધાઈ ખુબ ખુબ અભિનંદન
કવિ શ્રી પ્રવીણ ગઢવીને જન્મદિવસની શુભેચ્છાઓ.. 🌹🌹🌹🍿ધુમ્મસની ધાબળી ઓઢીને ધોરતા પહાડ… કુદરતની સામે આપણને ઉભાં કરી દેતું કાવ્ય.
કવિને શુભેચ્છાઓ. વન અને પવનનું સરસ અછાંદસ.
સરસ આછાંદસ કાવ્ય👍👌
વાહ ખૂબ ખૂબ કાવ્ય