અવિનાશ વ્યાસ ~ આજનો ચાંદલિયો * સ્વર Aishwarya Majmudar * Avinash Vyas *

આજનો ચાંદલીયો મુને લાગે બહુ વ્હાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો
તારા રે નામનો છેડ્યો એક તારો
હું તારી મીરા તુ ગીરીધર મારો
આજ નો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો
આપણે બે અણજાણ્યા પરદેશી પંખી
આજ મળ્યા જુગજુગનો સથવારો ઝંખી
જોજે વિખાય નહીં શમણાનો માળો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો
દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી
લાગે ના ઠોકર જો હાથતમે ઝાલો
કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો
કવિ-સંગીત : અવિનાશ વ્યાસ, ફિલ્મ : લોહીની સગાઈ, ગાયિકા : લતા મંગેશકર
અવિનાશ વ્યાસ ની રચના અને સરસ અવાજ અવિનાશ વ્યાસના ગીતો ખુબજ માણવા લાયક હોય છે અભિનંદન
ગુજરાતી ગીતની નજાકત માણવા મળી, આનંદ.
અવિનાશ ભાઈનું અવિનાશી ગીત. અને ઐશ્વર્ય સ્વર ભળ્યો એટલે સોનામાં સુગંધ
આભાર લતા બેન સરસ ગીત મૂકવા બદલ