શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ ~ અનુ. સતીન દેસાઈ ‘પરવેઝ’ * Shailesh Pandya * Satin Desai

આખરે હોવાપણાંનો પ્રશ્ન ‍‍~ શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

આખરે હોવાપણાંનો પ્રશ્ન પણ ક્યાં છેક છે.
આંખ ખોલું કે પછી હું બંધ રાખું એક છે.

જાગતા ને ઊંઘતા રમવાની સંતાકૂકડી
કૈંક શ્વાસોની હવે તો આપણામાં મ્હેંક છે.

એ કહે છે કે અનાયાસે અમે તો આવશું
શબ્દનો કેવો હૃદયપૂર્વક હજી પણ ટેક છે.

વાસ્તવિકતાથી કદી આઘાત લાગે તો રડે
એમ તો બંદા વિચારોમાં ઘણાયે નેક છે.

હાથ મૂકે ને બળી તું જાય એ સાચ્ચું હશે
ના વહેલા આંસુઓનો આપણામાં શેક છે.

~ શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

हस्ती का प्रश्न ~ शैलेश पंड्या ‘भीनाश’ 

हस्ती का प्रश्न भी तो हर एक-सा कहाँ है।
बेमानी ही नज़रिया नज़रों के दरमियाँ है ।

दिन-रात खेलते हम छिप जाने की रमत ही
जो खुशबुएँ बहम ही सांसों के दरमियाँ है।

बेसाख्ता आमदों की महफ़िल सजायेंगे हम
अल्फ़ाज ने निभाये वो अज्म भी यहाँ है ।

होते ही खस्ताहाली वे रो पड़े हैं फौरन
वैसे ख़याल बुनने में बंदे कामरां है ।

रखते ही हाथ उन पर जल जाये तू यक़ीनन
भीतर तपिश नहीं, ना आँसू की गर्मियाँ है ।

अनुवाद ‍‍- सतीन देसाइ ‘परवेझ’  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: