ધ્રુવ ભટ્ટ ~ ચાલ સખી * Dhruv Bhatt

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાંનીજેમ ફરી જિંદગીને મૂકીએ,ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છેકે લાગણી ગણાય એમ પૂછીએ. વેદના તો અડીખમ ઉભો કંઠાર, જતાં આવતાં જુવાળ ભલે કોતરે,સુખ સાથે આપણો તો જળનો સંબંધ, ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરેછીપલાની હોડીને શઢથી...