ભાવિન ગોપાણી ~ મજાના શેર * Bhavin Gopani

તરસથી મરણ વૃક્ષનું જ્યાં થયું‘તું
નગરપાલિકા ત્યાં બગીચો કરે છે. ***

ક્યાક ખીંટી મળે તો ટાંગી દઉં
ખૂબ પહેરી લીધો સ્વભાવ હવે.***

પ્રસિદ્ધિ મંચને મહોતાજ છે એવું કોણે કહ્યું ?
કવિને એક સારો શેર પણ ચર્ચામાં રાખે છે.***

જ્યાં મેં કહ્યું સદભાગ્યને, મારુંય ઘર પાસે છે
એણે કહ્યું તરત જ, ફરી ક્યારેક પણ આજે નહીં.***

આમ કંઇ ટૂંકું પડે તો કોઈને ગમતું નથી,
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું.***

હું મારા જ ઘરમાં રહેતો નથી તો
કહું આપને શી રીતે કે પધારો ?***

હતો ખૂબ વિશ્વાસ જે આંગળી પર
મળી છાપ એની જ દિવાસળી પર.***

હું અગાશીમાં એકલો જ છું સાવ
કહો ઉદાસીને ભેટવા આવે.***

~~ ભાવિન ગોપાણી

કવિ ભાવિન ગોપાણીના ગઝલસંગ્રહ ‘અગાશી’ના ઘણા બધા સરસ શેરોમાંથી થોડા ચૂંટેલા રજૂ કર્યા…

કવિનો પહેલો કાવ્યસંગ્રહ ‘ઓરડો’, પછી આવ્યો ‘ઉંબરો’ અને આ ‘અગાશી’… હવે પછીના સંગ્રહનું નામ શું હશે ??

15.1.21

***

Purushottam Mevada, Saaj

13-04-2021

કવિ શ્રી ભાવિનભાઈની ગઝલ સરસ છે.

Purushottam Mevada, Saaj

13-04-2021

કવિશ્રી ભાવિનભાઈની ગઝલના શેર માણ્યા, ભૂલથી ગઝલ આવી ગયું.

કીર્તિ શાહ

13-04-2021

શેર ગમી જાય એવા બધા જ છે અને કેટલાક વળી માર્મિક છે મારા ધન્યવાદ

1 Response

  1. લલિત ત્રિવેદી says:

    વાહ વાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: