🌹દિનવિશેષ 15 જૂન🌹
દર્પણના રણમાં ભટકું છું,
સામે છું’ ને હું શોધું છું.
નગર નગર દાંડી પિટાવો,
જંગલનો મારગ પૂછું છું.
પથ્થરના ઢગલાની માફક,
હું ય સૂતેલો ક્યાં જાગું છું !
ઇચ્છાઓની કાવડ લઈને,
હોવાનો બોજો ઉંચકું છું.
ઇન્દ્રધનુષ્યો ભૂંસી નાખો,
મારો શ્રાવણ હું ચીતરું છું.
~ શ્યામ સાધુ
🌹દિનવિશેષ 15 જૂન🌹
*આમ, તું ના હોય તો ગમતું નથી, પણ હૃદય જિદ્દી છે, કરગરતું નથી ~ અંજના ભાવસાર
*પોઢી ગઈ છે પીડા એનો કાંકરીચાળો ન કર ; ઉઠે સફાળું દર્દ,એવો કાંકરીચાળો ન કર. ~ ભારતી વોરા ‘સ્વરા
*તમારી આંખ સાત કોઠા છે, ગયા, તો ક્યાં અવાય છે પાછું. ~ મકરંદ મુસળે
*ટીપુંય આભથી હવે પડશે નહીં ‘કરીમ’, શબ્દોના સૂર્યમાં હવે એકે કિરણ નથી ! ~ અબ્દુલકરીમ શેખ
*દ્વાર સામે ઝૂરતી પીળાશ છે; સ્હેજ દરવાજો ઉઘાડો, તો ખરા. ~ ‘પથિક’ પરમાર
🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020*
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.*
*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
કવિ શ્રી ની ચેતના ને પ્રણામ
અવતરણો ખુબ ગમ્યા
સરસ સંકલન, હયાત કવિઓને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ.