લતા હિરાણી ~ અંદરના ઓરડે

🥀🥀

*ઝળહળના દેશમાં *

અંદરના ઓરડે ઉઘડે અજવાસ
અને અંધારા દૂરના દરિયે
આરપાર વહેતી આ આવન ને જાવન લઈ 
અઢળકના કાંઠે અવતરિયે
આવ ઝળહળના દેશમાં મળિયે..

નરવી આ ધરતી ને નરવું આકાશ,
હવે નરવા તે ગાન ગણગણિયે
કલરવના ઘૂંટ પી પાંખોના દેશમાં,
થઈને આકાશ ફરફરિયે
આવ ઝળહળના દેશમાં મળિયે..

એકાંતો ઉજવતા જળની સંગાથે
લે, બેસી જા ટીપાંને તળિયે
મનભાવન ભીનાશો પહેરેલી પળને તો
છાતીમાં સંતાડી દઈએ
આવ ઝળહળના દેશમાં મળિયે..

દિશ-દિશના પગરવો પડઘાતા પંડમાં
હરદમ હોંકારામાં ભળિયે
પ્રગટે છે પ્રાણ અને ઉઘડે આનંદ રે
સૂરમાં સહજના ભળિયે
આવ ઝળહળના દેશમાં મળિયે..

લતા હિરાણી

કવિલોક 7-2021 માં પ્રકાશિત

મારી વાર્તા ‘પ્રેમપત્ર’ નીચેની લિન્ક પર આપ વાંચી શકો. આભાર.

14 thoughts on “લતા હિરાણી ~ અંદરના ઓરડે”

  1. અરવિંદભાઈ દવે, ગારિયાધાર

    વાહ લતાબેન…..
    કલમ અદ્દભુત ચાલી છે….
    અભિનંદન….

  2. Pragna vashi

    વાહહહ ખૂબ સરસ રચના ,
    અભિનંદન લતાબેન .

  3. સરસ રચના. “મનભાવન ભીનાશો પહેરેલી પળને તો છાતીમાં સંતાડી દઈએ
    આવ ઝળહળના દેશમાં મળિયે..” વિશેષ ગમી.
    સરયુ પરીખ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *