પન્ના ત્રિવેદી ~ હું

હું

વૃક્ષ નથી

કે રહું એક જગ્યાએ

જન્મથી લઈ મરણ સુધી.

તસુ તસુ જીવવું મારે

પ્રણયથી લઈ પ્રલય સુધી.

હું

વૃક્ષ નથી

કે રહું મૂક

ને ધારો કે તમે વુક્ષ કહો તોય શું ?

ક્યારેક એક વૃક્ષમાં

આગ વિના જ ભડભડ બળતું હોય છે

આખું જંગલ…

વૃક્ષ પણ

ફૂલ ખીલવી, પર્ણ ખેરવી

કહે છે કથા તેના આનંદ, અવસાદની

ને થાકે છે જીવનથી ત્યારે

એય પાડે છે ચીસો મરણની

મૂંગું છે તોય.  

હું તો માણસ

ને તેય જીવનથી ધબકતો માણસ…

હવે હું બોલું ?

– પન્ના ત્રિવેદી

આ અછાંદસને નારીવાદી કવિતામાં મૂકી શકાત જો અંતમાં લિંગભેદ ન થયો હોત તો ! પણ એથી ફરક શું પડે છે ? લખનાર સ્ત્રીકવિ છે એટલે એના જિન્સમાં મોટેભાગે આ લાગણી વણાયેલી હોય છે. એને જીવનમાં ક્યાનક ને ક્યાંક ગુંગળામણ અનુભવવાની આવે જ છે… પણ માણસ અને વૃક્ષની તુલના ને એના સંદર્ભે પીડાની વાત સરસ રીતે રજૂ થઈ છે.

20.7.21

Varij Luhar

21-07-2021

પ્રણય થી લઈ પ્રણય સુધી..વાહ

આભાર સૌનો

20-07-2021

આભાર છબીલભાઈ, વારિજભાઈ, મહેશભાઇ અને સિકંદરભાઈ.

‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતીઓનો આભાર.

સિકંદર મુલતાની

20-07-2021

વાહહ..
સરસ અછાંદસ..

Mahesh Dave

20-07-2021

?? મારી comments માં સુધારો : “ common gender” ને બદલે “common noun” વાંચવાની કૃપા કરશો. ??

Mahesh Dave

20-07-2021

? સુંદર કાવ્ય. “પોલિટિકલ ફેમિનીઝમ” થી દૂર રહીને વૃક્ષનું અવલંબન લઈ નિરંતર વૃધ્ધીની માનવ ઈચ્છાને વાચા આપતુ કાવ્ય. “માણસ” શબ્દ “man” ની જેમ “common gender” હોવાથી સ્ત્રીસહજ “ગૂંગળામણ “ની અભિવ્યક્તિ ઓછી અસરકારક બનતી નથી.??

Varij Luhar

20-07-2021

ખૂબ સરસ કાવ્ય

છબીલભાઈ ત્રિવેદી

20-07-2021

આજનુ પન્ના બેન નુ કાવ્ય ખુબજ સુન્દર આપે કહેલી વાત ખુબજ સાચી છે પુરુષ પ્રધાન સમાજ રચના જ અેવી છે ખેર આપના કાવ્ય અંગે નો પ્રતિભાવ ખુબજ સાચો છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: