રમેશ પારેખ ~ છે અભણ આંખમાં * Ramesh Parekh

ઊભો છું

છે અભણ આંખમાં વેદનાનો ડચુરો ને બારાખડીમાં ઊભો છું
મનની નિશાળમાં એકલો મારી સાતે સગી ચામડીમાં ઊભો છું

હોડ આવડવું-આવડવું એવી હતી, એમાં અવડાવા જાવું પડ્યું’તું.
તું જ નિર્ણય દે: હું શું હતો ને હવે આ હું શું આવડીને ઊભો છું !

કોઈ કુંવારી તરફ ફૂલ ફેંક્યાનો અપરાધ ઉર્ફે શિરચ્છેદ નક્કી !
હોય અપરાધી હાજર વધસ્થાન પર એમ છેલ્લી ઘડીમાં ઊભો છું

કોરા કાગળમાં પાંચે નમાજો પઢું ને કરું શૂન્યતાના સિઝદો
શબ્દ કાફર જ્યાં જનોઈવઢ ઘા કરે તેવી આ ચોપડીમાં ઊભો છું

જેવો તેં ઓળખ્યો’તો હું એવો અસલમાં ખૂલી સ્હેજ પણ ક્યાં શકું છું?
હું લઈ આંખ, પગ, મનનો ડૂચો રમેશાઈની ગાંસડીમાં ઊભો છું….

~ રમેશ પારેખ

2 Responses

  1. 'સાજ' મેવાડા says:

    આ ગઝલમાં કયો છંદ છે? કોઈ જાણકાર સમજાવે તો ગમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: