કવિ સુંદરમ અને કવિ ઉમાશંકર જોશી * Sundaram * Umashankar Joshi
હમ જમના કે તીર ભરત જલ, હમરો ઘટ ન ભરાઈ,
ઐસો ઘટ ક્યોં તુમને દિયો, જાકે તુમ બિન કો ન સગાઈ ?
કાહેકો રતિયા બનાઈ ? – સુંદરમ
કવિ સુંદરમના આ ગીત સંદર્ભે બહુ રોચક ઘટનાની કવિ સુરેશ દલાલે નોંધ લીધેલી છે.
સુંદરમના ગીતોનો કાર્યક્રમ હતો. સુંદરમે પોતે આ ગીત સાંભળ્યુ અને સુરેશ દલાલને કહ્યું,
“મારો ઈશ્વરને આ જ પ્રશ્ન છે કે જો ઘડો ભરવો ન હતો તો એ ઘડ્યો જ શા માટે ?”
એ પછી ઉમાશંકર જોશી મુંબઈ આવ્યા ત્યારે એમણે સુરેશભાઈને સુંદરમના કાર્યક્રમ વિશે પૂછ્યું. સુરેશભાઈએ સુંદરમની વ્યથા ઉમાશંકરભાઈને સંભળાવી અને ઉ.જો.એ કહ્યું કે
“ઘડાએ તરવું હોય તો ખાલી રહેવું જોઈએ.”
ઉ.જો.ની વાત સુરેશભાઇએ સુંદરમ સુધી પહોંચાડી ત્યારે સુંદરમે જવાબ આપ્યો,
“ઘડાની સાર્થકતા એ તરે એમાં નહીં પણ ભરાય એમાં છે !”
જુઓ ગાંધીયુગના બે દિગ્ગજ કવિના આ ભાવ-પ્રતિભાવ. કેવા ચમકારા અને કેવી ઉદાતતાના એમાં દર્શન થાય છે !! વંદન આ બંને કવિઓને.
OP 17.2.2022
***
સાજ મેવાડા
03-03-2022
સ્મૃતીવંદન
છબીલભાઈ ત્રિવેદી
17-02-2022
વાહ બન્ને દિગ્ગજ રચનાકાર નો સેતુ ખૂબ સરસ
પ્રતિભાવો