રુસવા મઝલુમી

રંગ છું હું, રોશની છું, નૂર છું;
માનવીના રૂપમાં મનસૂર* છું.

પાપ પૂણ્યોની સીમાથી દૂર છું,
માફ કર, ફિતરતથી હું મજબૂર છું.

ઘેન આંખોમાં છે ઘેરી આંખનું,
કોણ કે’છે હું નશમાં ચૂર છું?

કૈં નથી તો યે જુઓ શું શું નથી,
હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું.

ભીંત છે વચ્ચે ફકત અવકાશની,
કેમ માનું તુજ થકી હું દૂર છું?

બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
આમ છું ખાલી છતાં ભરપૂર છું.

હું ઇમામુદ્દી઼ન* ફક્ત ‘રુસ્વા’ નથી,
ખૂબ છું બદનામ, પણ મશહૂર છું.

~ રુસવા મઝલુમી

પાજોદ દરબાર કવિ રુસવા મઝલુમીની 14મી ફેબ્રુઆરીએ પૂણ્યતિથી ગઈ.

સ્મૃતિવંદના

4 Responses

  1. પાજોદ દરબાર ની ખુબજ સરસ રચના દરબાર સાહેબ ની ચેતના ને પ્રણામ

  2. Minal Oza says:

    ઉર્દૂની મહેક ધરાવતી રચના સરસ છે.

  3. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    ખૂબ સરસ ગઝલ ઉર્દૂ બાની રસ ભરપૂર ગઝલ

  4. કવિ રુસવા મઝલુમીને સમૃતિ વંદન. અધ્યાત્મની ઊંચાઈને સ્પર્શતા શેર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: