🌹દિનવિશેષ 10 જુલાઈ🌹
*લખે છે કવિતા એ મારાથી ઊંચી, છે મારાથી ઊંચા કલાકાર વર્ષો. ~ પારુલ ખખ્ખર
*સપનું ઊડી ગયા પછી બાકીમાં કંઈ નથી, અડધી પથારી ખાલી છે, અડધીમાં કંઈ નથી. ~ પંકજ વખારિયા
*’સાજ’ની આ જિંદગી તો ખેલ છે, દાવમાં અણનમ રહે એ શક્ય છે. ~ ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’
*’હું પણું’ મારું મને પીંછાથી હળવું જોઈએ, એ જ મારું સ્વપ્ન છે, એ સ્વપ્ન ફળવું જોઈએ. ~ મયૂર કોલડિયા
🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏
*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020*
*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં ન હોય તો મને આપના નામ, નંબર અને કાવ્યપંક્તિ સાથે જણાવશો. આપનું નામ ‘શોધો’માં લખવાથી એ મળી જશે.*
*’કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.
*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
@@@
આદરણીય લતાજી, આપનો ખૂબ આભારી છું. નમસ્કાર.
મારો આનંદ છે મેવાડાજી
HI, lataben, how can I read vishesh kavita ? as I am living i usa .
regard
Niriksha
આભાર નિરીક્ષા. વિશેષ એ ખાસ દિવસોનો વિભાગ છે જેમ કે કોઈ કવિનો જન્મદિન હોય કે અવસાનતિથી. એ તારીખે એમની કાવ્યપંક્તિ મૂકીને એમને યાદ કરવામાં આવે છે. સૌથી નીચે ‘દિનવિશેષ’ એવો વિભાગ છે એના પર ક્લિક કરવાથી એ વાંચી શકાશે. રસ બતાવવા બદલ આભારી છું. કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો જરૂર મેસેજ કરજો.