અમર પાલનપુરી ~ કૈફ હશે * Amar Palanpuri

આંખોમાં છલકતો કૈફ હશે
હાથોમાં ભરેલા જામ હશે;

બોલાવ્યા અમે ના બોલીશું,
પણ હોઠે તમારું નામ હશે.

મેં લાખ ગુનાઓ કીધાં છે,
પણ સાવ નિખાલસ હૈયાથી;

હો નર્ક જ મારું ધામ ભલે
પણ સ્વર્ગમાં મારું નામ હશે.

હું તુજને કરી દઉં માફ ભલે
પણ લોક નહીં છોડે તુજને

જે માર્ગમાં માર્યો તેં મુજને
એ માર્ગ પર મારું નામ હશે

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’
હમદર્દી ખપે ના દુનિયાની

મનગમતો દિલાસો મળશે તો
આરામ હશે આરામ હશે.

~ અમર પાલનપુરી

એવર ગ્રીન કવિ!

1 Response

  1. અેવરગ્રીન કવિ ની સાચેજ અેવરગ્રીન રચના ખુબ ગમી અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: