ઝીણાભાઈ રતનજી દેસાઈ ‘સ્નેહરશ્મિ’ * Snehrashmi 

ગુજરાતી ભાષામાં હાઈકુને સ્થિર કરનાર કવિ સ્નેહરશ્મિ’નો મહત્વનો ફાળો રહ્યો છે.

ગાંધીયુગના આદર્શોનું મૂલ્ય અને તત્કાલીન કપરી વાસ્તવિકતા પરત્વેની પ્રતિક્રિયામાં એમના સર્જનનાં મૂળ પડેલાં છે. ઊર્મિશીલતા, રંગદર્શિતા, રહસ્યમયતા અને લયમધુરતાની સામગ્રી એમના કાવ્યજગતને પોતીકી વિશિષ્ટતા અર્પે છે. અલબત્ત, સ્વાધીનતા અને દેશભક્તિનો સૂર એમના પ્રારંભના સંગ્રહોમાં પ્રમુખ છે, પણ પછી કવિસહજ સૌન્દર્યભિમુખ વલણ સ્પષ્ટ થતું આવે છે.

સોનેરી ચાંદ રૂપેરી સૂરજ (૧૯૬૭) : ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’નો ૩૫૯ હાઈકુ અને ૬ તાંકા કાવ્યો સમાવતો હાઈકુસંગ્રહ. હાઈકુના સ્વરૂપની એમાં પ્રતિષ્ઠા છે. મૂળ તાંકામાંથી ઊતરી આવેલો જાપાની કાવ્યપ્રકાર હાઈકુ સત્તર શ્રુતિની લાઘવયુક્ત રચના છે. ક્ષણનો સૌંદર્યાનુભવ એમાં કલ્પનરૂપે અભિવ્યક્તિ પામ્યો હોય છે. ઘટકતત્વોની સ્પર્શક્ષમતા વસ્તુલક્ષિતા, સ્ફોટકતા ને તાજગી એની લાક્ષણિકતા છે. આ સંગ્રહમાં ઉક્ત લક્ષણો સાથે કવિકલ્પના અને કવિત્વશક્તિનો સુપેરે પરિચય થાય છે. અનેક રચનાઓ એનાં લાઘવ, સફાઈ, લયની પરખ અને હાઈકુના સ્વરૂપ પરની કવિની હથોટીની પ્રતીતિ કરાવે છે. અનેક કૃતિઓમાં કલ્પનાના પ્રાબલ્ય સાથે વ્યંજકતા પ્રગટે છે. અન્યોક્તિની ક્ષમતા પણ ઠેરઠેર વરતાય છે. ~ દક્ષા વ્યાસ

કાવ્યસંગ્રહો

‘અર્ધ્ય’ 1935  2. ‘પનઘટ’ 1948   3. ‘અતીતની પાંખમાંથી’ 1974   4. ‘તરાપો’ 1980    5. ‘ઉજાણી’ 1980              6. ‘નિજલીલા’ 1984   7. ‘ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ’ 1984    8. ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ’ 1967 (હાઈકુસંગ્રહ)

9. ‘કેવળવીજ’ 1984 (હાઈકુસંગ્રહ)   10. ‘સનરાઈઝ ઑન સ્નૉપીક્સ’ 1986 (હાઈકુસંગ્રહ)   11. ‘તરાપો’ 1980 (બાળકાવ્ય)    12. ‘ઉજાણી’ 1980 (બાળકાવ્ય)   13. ‘સકલ કવિતા’ 1984 (1921 થી 1984 સુધીની તમામ કાવ્યરચનાઓ)

કાવ્યસંગ્રહો  ઉપરાંત અનેક વાર્તાસંગ્રહો, નવલકથા, નાટકો, અનુવાદો, સંપાદનો….

સન્માનો

*શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિ પુરસ્કાર 1961

*રણજિતરામ સુવર્ણચંદ્રક 1967

*નર્મદ સુવર્ણચંદ્રક 1985

@@

ઝીણાભાઈ રતનજી દેસાઈ ‘સ્નેહરશ્મિ’

જન્મ : 16.4.1903 ચીખલી – અ. 6.1.1991

કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર અને સંપાદક

વ્યવસાય : લેખન, અધ્યાપન

સૌજન્ય : વિકિપીડિયા, ગુજરાતી સાહિત્ય પરિષદ

9 Responses

 1. Minal Oza says:

  કવિનો સુપેરે પરિચય કરાવવા બદલ ડૉ. દક્ષા વ્યાસનો આભાર.

 2. કવિ શ્રી નો ખુબ ઉમદા પરિચય ખુબ ખુબ અભિનંદન

 3. કવિને સમૃતિ વંદન

 4. કવિશ્રીનો કેટલો સમૃદ્ધ પરિચય! ધન્ય ધન્ય!
  એકાદ રજકણ પણ પામી જઉં તો ધન્ય થઈ જાઉં. 🙏

 5. વહીદા ડ્રાઈવર says:

  તલસ્પર્શી અભ્યાસ

  વંદન બહેન ને

 6. ઉમેશ જોષી says:

  સ્મરણ વંદના.

 7. સ્મ્રુતિવંદન

 8. કવિને સ્મૃતિ વંદન

 1. 16/04/2024

  […] ઝીણાભાઈ રતનજી દેસાઈ ‘સ્નેહરશ્મિ’ * Snehras… […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: