સાબિર વટવા ~ ન થઈ શક્યું

ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું
એક રણ હતું, તે રણમાં સરોવ૨ ન થઈ શક્યું.

હરદમ ગુલાબો છાબ ભરી વહેંચતો રહ્યો
માળીથી તાજાં પુષ્પોનું અત્તર ન થઈ શક્યું.

દિલને હજારો વાર દબાવ્યું, છતાં જુઓ,
આ મીણ એનું એ જ છે, પથ્થર ન થઈ શક્યું.

ખંડેર દેખી આશાના કૈંક કાફલા રડ્યા
તૂટેલ આ મિના૨નું ચણત૨ ન થઈ શક્યું.

હરણાંની પ્યાસ રણમાં સદાની છીપી ગઈ,
શું ઝાંઝવાથી, કાર્ય મનોહ૨ ન થઈ શક્યું.

પૂછી મને મનસ્વી વલણથી કથા? સુણો!
મેં જે ચહ્યું તે આપથી અકસર ન થઈ શક્યું.’

‘સાબિ૨’ નજ૨ ઝુકાવીને ચાલો કદમ કદમ;
આ માર્ગમાં પડેલ કો પગભર ન થઈ શક્યું

~ સાબિર વટવા

3 Responses

  1. ખૂબજ સુંદર ભાવ, નકારાત્મક રદીફ હોવા છતાં

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    સરસ. સરળ છતાં ઊંડાણ અને ઊંચાઈ આકર્ષક

  3. દિનેશ ડોંગરે નાદાન says:

    ખૂબ ખૂબ સુંદર અને સંવેદનશીલ રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: