સાબિર વટવા ~ લલાટ રેખાઓને

લલાટરેખાઓને ઘસવી પડી છે,
ઘણી વેળાઓને હસવી પડી છે.

ચકાસી છે ઘણી ધીરજ ધરીને,
અનેક આશાઓને કસવી પડી છે.

ઘણી ઘટનાઓ જીરવી છે અચાનક
કો અણગમતી રમત રમવી પડી છે.

હજારો વાર પીધા છે એ ઘૂંટડા,
મુહબ્બત અમને તો કડવી પડી છે.

ગમી છે તો ગણો આભાર, ‘સાબિર’,
કથા સદભાગ્યની રડવી પડી છે.

~ સાબિર વટવા

2 Responses

  1. વાહ બધાજ શેર માણવા લાયક ખુબ ખુબ અભિનંદન

  2. ઉમેશ જોષી says:

    સકળ શેર રોચક છે.
    અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: