પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’ ~ જે હતી મોઘમ

બે ગઝલો

જે હતી મોઘમ, ગઝલમાં એ ક્ષણો ઢાળી નથી.

શું તમે એ એક પણ ક્ષણ મન ભરી માણી નથી?

કંઈ ક્ષણો વીતી હતી જે આપના સંગાથમાં,

છે હજુ મદહોશ, સરખી હોંશમાં આવી નથી.

સૂર્ય આથમવાની વેળા આભ લીપે લાલિમા,

મેં અધૂરી કોઈપણ પૂજા પછી રાખી નથી.

હાથમાં હું લઉં કલમ ને સ્પર્શ ઝીણું રણઝણે,

શબ્દને જીવંત કરવા કોઈ કસર બાકી નથી.

વાત જ્યાં હો રામની ત્યાં બોરનો પર્યાય ક્યાં?

ચીજ બીજી કોઈ શબરીએ કદી ચાખી નથી.

~ પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’

*****

14 thoughts on “પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’ ~ જે હતી મોઘમ”

  1. ઉમેશ જોષી

    પૂણિઁમા ભટ્ટની બન્ને ગઝલ રોચક છે.
    અભિનંદન.

  2. Kirtichandra Shah

    J હતી mogam te ક્ષણોને મેં ગઝલ ma dhadi નથી વાહ વાહ

  3. દીપક વ્યાસ 'સાગર'

    ધીરુબેન પટેલની માફક પૂર્ણિમાબેન પણ ગઝલ લેખનના માર્ગદર્શક છે બન્ને રચના ખૂબ સરસ….. 👏👏

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *