કિરીટ ગોસ્વામી ~ હાથીભાઈનો મેઇલ

🥀🥀

હાથીભાઈનો મેઇલ આવ્યો – મિસ યુ, ડિય૨ ફ્રેન્ડ!”
ક્યાંથી મળવા જાઉં? ના એક્ઝામનો આવે ઍન્ડ!

હાથીભાઈ ક્યે – ‘તળાવમાં હું સૂંઢ-ફુવારે નવડાવું!
કેરી, કેળાં, જામફળ… તું જે કહે તે તને ખવડાવું!

હું મસ્તીમાં ડાન્સ કરીશ ને તું વગાડજે બૅન્ડ!’
ક્યાંથી મળવા જાઉં? ના એક્ઝામનો આવે ઍન્ડ!

મારે પણ હાથીભાઈ સાથે લેવા લવ્લી સ્નેપ!
બેય પહેરશું ચશ્માં સરખાં; સ૨ખે-સરખી કૅપ!

‘ના’ લખું રિપ્લાયમાં પણ કરી શકું ના સેન્ડ!
ક્યાંથી મળવા જાઉં? ના એક્ઝામનો આવે ઍન્ડ!

~ કિરીટ ગોસ્વામી

બાળગીતો વાંચવામાં સહેલાં લાગે પણ લખવાં સહેલાં નથી જ. એના માટે બાળકની માનસિકતામાં પ્રવેશવું પડે. સારા બાળકવિઓ આ કરી શકે છે. કિરીટભાઈ ગોસ્વામી એમાંના એક.  

કિરીટભાઈને હમણાં જ એમના બાળગીતો માટે સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો. કવિને અભિનંદન અને શુભેચ્છાઓ.

8 thoughts on “કિરીટ ગોસ્વામી ~ હાથીભાઈનો મેઇલ”

  1. કિરીટભાઈનાં બાળગીતો આપણને બાળક બનાવી દે છે.એકદમ મસ્ત અને હટકે કલ્પન… 🌹🌹

  2. ઉમેશ જોષી

    વાહ સરસ બાલગીત છે..
    કવિશ્રીને અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *