સુધારાયુગના માઈલસ્ટોન

સુધારાયુગમાં સ્થપાયેલાં અર્વાચીનયુગ માટેનાં માઈલસ્ટોન

 1. 1845 : દલપતરામનું પ્રથમ કાવ્ય ‘બાપાની પીપર’ પ્રગટ થયું.
 2. 1848 : 28 વર્ષની ઉંમરે દલપતરામનું મિલન ભોળાનાથ સારાભાઈ દ્વારા એલેક્ઝાંડર ફોર્બ્સ સાથે થયું.અને પછી તેમની જ સહાયથી ફોર્બસે તા.26-12-1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી.
 3. 1850 : ‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધ નર્મદે રજૂ કર્યો.
 4. 1850 : ‘બુદ્ધિપ્રકાશ’ સામયિકનું નામકરણ થયું.
 5. 1852 : કવિ-પત્રકાર કરસનદાસ મૂળજી એકલે હાથે લડીને ‘મહારાજ લાયબલ કેસ’  જીત્યા.
 6. 1854 : ફાર્બસ સાહેબની સ્મૃતિમાં ‘ ફાર્બસ ગુજરાતી સભા’ની સ્થાપના.
 7. 1854 : નર્મદ બુદ્ધિવર્ધક સભામાં જોડાય છે (ને ’58માં મંત્રી પણ બને છે ). ત્યાં તેની કવિતાને ‘સુધારાના બાઈબલ’ તરીકે ઓળખાવાય છે.
 8. 1857 : રાજકીય બળવો અને દેશનાં ત્રણ શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના.
 9. 1858 : નર્મદની આકરી પ્રતિજ્ઞા : ‘કલમ, હવે તારે  ખોળે છઉં’ કહીને કલમને ખોળે માથું મૂક્યું અને એ જ વર્ષે ‘નર્મકવિતા ભાગ-1,2,3 તથા ‘પિંગળ પ્રવેશ’નું પ્રકાશન.
 10. 1860 : મહીપતરામ નીલકંઠનું પરદેશગમન જેણે સુધારાને અને આનુષંગિક સાહિત્યને બળ આપ્યું.
 11. 1862 : ‘દલપત પિંગળ’નું પ્રકાશન.
 12. 1864 : પ્રેમચન્દ રાયચંદ ટ્રૈનીંગ કોલેજ અમદાવાદમાં શરૂ, જેના મુખપત્ર ‘ગુજરાત શાળા પત્ર’માં તંત્રી નવલરામે વિવેચનો આપવાં શરૂ કર્યાં.
 13. 1864 : નર્મદે એનું અતિ પ્રસિદ્ધ સામયિક ‘ડાંડિયો’  શરૂ કર્યું.
 14. 1866 : નંદશંકર કૃત ગુજરાતની સૌ પ્રથમ નવલકથા ‘કરણઘેલો’ ; નર્મદની આત્મકથા ‘મારી હકીકત’ ; મહીપતરામની સામાજિક નવલકથા ‘સાસુવહુની લડાઈ’ ; કરસનદાસ મૂળજીનો (ગુજ.નો પ્રથમ) ‘ પ્રવાસગ્રંથ ‘ ; ગુજ.ની પ્રથમ કરુણાંતિકા, રણછોડભાઈ ઉ. દવે કૃત ‘લલિતા દુ:ખ દર્શન નાટક’ વગેરેનાં  પ્રકાશનો. આ વર્ષે થયાં.
 15. 1870 : આપણું પ્રથમ હાસ્યપ્રધાન નાટક, દલપતરામનું ‘મિથ્યાભિમાન’ પ્રગટ થયું.
 16. 1876 : ગુજરાતનું પ્રથમ ઇતિહાસલેખન નર્મદનું ‘ધર્મવિચાર’ પ્રગટ થયું.
 17. 1880 : ઈચ્છારામ સૂ.દેસાઈએ મુંબઈથી ‘ગુજરાતી’ સાપ્તાહિક શરૂ કર્યું
 18. 1885 : મહિલાઓ માટેનું સામયિક ‘સ્ત્રી બોધ’ મુંબઈથી તથા મણિલાલ નભુભાઈ દ્વારા ‘પ્રિયવંદા’ શરૂ થયાં.
 19. 1886 : વીર નર્મદનું અવસાન અને અર્વાચીન સાહિત્યના પ્રથમ તબક્કા ‘સુધારકયુગ’ની પૂર્ણાહૂતિ.

સાભાર * મુખ્ય આધાર વિ.ક. વૈદ્યનું ‘ ગુજરાતી સાહિત્યની રૂપરેખા’ અને શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટનું અર્વા.ગુજ.સહિત્યનો ઇતિહાસ’

OP 9.10.2020

**********

સાજ મેવાડા

29-05-2022

‘સેતુ’ અંતર્ગત આપે સંચિત કરેલી બધીજ પોષ્ટ ગઈ કાલે વાંચી. જ્ઞાન, માહિતીનો ખજાનો છો.

આભાર આપનો

15-09-2021

આભાર આપનો છબીલભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌનો આભાર.

લતા હિરાણી

છબીલભાઈ ત્રિવેદી

09-09-2021

ખૂબ સરસ મજાની માહિતી આપી ધન્યવાદ આભાર લતાબેન

છબીલભાઈ ત્રિવેદી

11-06-2021

સુધારા યુગ,,,, ખુબ ખુબ ઉપયોગી માહિતી આજનુ વિજય રાજયગુરૂ નુ કાવ્ય ઘર ઢાળા ખુબજ સરસ દેશી ગ્રામ્ય ગીરા અને અેવાજ ઉતક્રુષ્ટ ભાવો ખુબજસરસ મજાનું કાવ્યખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: