શૈલેષ શાહ ~ ખૂલવાનું હોય કેવળ આપણે * કાવ્યસંગ્રહ

સમય પાંપણેથીય સરકી ગયો છે
ભલે તું ગમે તેમ ધારીને આવે.**

સ્પર્શ કૂંપળ ટેરવે ફૂટી મને
ગંધ ભીની આ વસંતી પળ હશે. **

શ્વાસ મારા હશે કે પરાયા હશે
એ વિશે જાત મારી લડી છે મને. **

આંખોમાં એવું ઊમટ્યું રંગોનું ઘોડાપૂર
ખોબા ભરી ભરીને ગગનમાં ઉછાળીએ. **

બારી ક્યાં ખોલવાની હોય છે
ખૂલવાનું હોય કેવળ આપણે. **

આભથી વરસે નહીં તો કરોડો આંખથી વરસી પડે
આ દેશમાં ચોમાસું ક્યારેય કદી કોરું જાતું નથી.**

~ શૈલેષ શાહ ‘શૈલ’

કવિ શૈલેષ શાહ તરફથી એમનો કાવ્યસંગ્રહ ‘ખૂલવાનું હોય કેવળ આપણે’ મળ્યો છે.

‘કાવ્યવિશ્વ’ના પ્રાંગણમાં કવિનું સ્વાગત છે.

શૈલેષ શાહ ‘શૈલ’ * ‘ખૂલવાનું હોય કેવળ આપણે’ * સ્વયં 2020

5 thoughts on “શૈલેષ શાહ ~ ખૂલવાનું હોય કેવળ આપણે * કાવ્યસંગ્રહ”

  1. કીર્તિ એમ.શાહ

    સરસ સરસ ,ખૂબ સરસ.અભિનંદન.

  2. હિતેશ

    સમય પાંપણે થી વહી રહ્યો છે, વાહ શ્રીકવિરાજ વાહ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *