લતા હિરાણી – આ ખળખળતા ઝરણાં

🥀🥀   

આ ખળખળતા ઝરણાંને ઝળહળની માયા
આ મઘમઘતા ફૂલોને પાંખાળી છાંયા.  

રે ઝાકળને આપી દો વહેવું વસંતી 
ને ભમરાને સોંપી દો ખીલવું સુગંધી.

ગતિ કે સ્થિતિ હો તરસ પામવાની
તિમિર તેજનાં તળ અકળ માપવાની

આ નભ પાસે આવે ને પોતાનું લાગે
પછી ભોમ ખેંચીને હૈયે લગાવે.

ક્ષણક્ષણ સમયજળ તો વહેતું જ રહેશે
એ ઝીણેરા છાંટાઓ હળવેથી કહેશે, 

ઘડીમાં જ સ્થાપી દો કલરવતા ગાણાં
ઘડીમાં ઉથાપી દો કંકાસી પાણાં*

થવા દો બધું આજ રંગીન રસબસ
ઊગ્યો જો ને સૂરજ, સવારો છે ધસમસ…

~ લતા હિરાણી

*પાણા (પથ્થર)

કાવ્યસંગ્રહો :  1. ‘ઝળઝળિયાં’  2. ‘ઝરમર’  3. ‘ઊગ્યું રે અજવાળું’

19.11.2020

‘કાવ્યાયન’ * હરદ્વાર ગોસ્વામી * 15.4.25

7 thoughts on “લતા હિરાણી – આ ખળખળતા ઝરણાં”

  1. Dr. Mahesh Raval

    વાહ… સરસ રચના
    ગઝલપૂર્વક અભિનંદન લતાબેન.

  2. આભાર ગીતાબેન, નીપાબેન, રેણુકાબેન, જયશ્રીબેન, મહેશભાઈ અને મીનળબેન …. સૌનો આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *