*તમે ગયા*
તમે ગયા.
માની શકાતું નથી.
પણ,
ખાલીપાની અફાટ કળણ ભૂમિમાં
ગળાડૂબ ઊતરી ગયા પછી
કહેવું જ પડે છે
કે
હવે તમે ખરેખર નથી જ.
સામે પૂરે તરતાં હું ક્યારેય
થાકતી નહીં,
પણ,
હવે, ગળે આવેલા ડૂમામાં
સાગર ડૂબી ગયો હોય તેમ લાગે
દિવસ પછી રાત
રાત પછી દિવસ
બધું હતું એનું એ જ છે
પણ
પસાર થતી ટ્રેનના જેવાં સમય
બહાર સરતાં વૃક્ષો
અવાક્ ઊભાં છે
સાક્ષીની જેમ..
~ અનિલા જોશી
અંગત સંવેદનની તીવ્રતા અનુભવી શકાય છે.
10.2.22
સાજ મેવાડા
10-02-2022
તિવ્રતમ વેદનાની અછાંદસ રચના, ખોડા શબ્દોમાં.
Dipti Vachhrajani
10-02-2022
અત્યંત હૃદયસ્પર્શી
છબીલભાઈ ત્રિવેદી
10-02-2022
આજનુ અનિલા જોશી નુ કાવ્ય ખુબજ સંવેદનશીલ કોઈ અંગત વ્યક્તિ નો ખાલિપો અને તે પરિસ્થિતિ ને સ્વિકારી જીવવુ ખુબ અઘરૂ હોય છે તે અનુભવે સમજાય છે ખૂબ સરસ કાવ્ય.