કિશોર જિકાદરા ~ હૈયાસરસી * કાવ્યસંગ્રહ

ચૂંટેલા શેર ‘હૈયાસરસી’માંથી 

જેવી તેવી વાત નથી, બહુ કાઠું છે એ
હૈયાસરસી ગમગીની ચાંપી છે વટથી.***

કાચ એનો આપમેળે આ રીતે તૂટે નહીં
કોઈ ઉત્કટ પ્યારથી તસવીરને ભેટયું હશે***

દૂધ કે જળધારને આપી ન’તી જેણે મચક
એ જ પથ્થર અશ્રુમાં ભીંજાઈને પોચો પડ્યો***

દિવસે મારે લાંબો વાંસો કરવો પડશે
ખાંડીએક અજંપો રાતે દળવાનો છે***

સુખને સાખ પડે તો એને હળવે હાથે વેડી લઈએ
ચણીયાબોર નથી કે સાલું આડેધડ ખંખેરી લઈએ***

આંખ સામે હોત તો ઝંઝટ ન’તી કૈં ધરવાની
ખાટ પર એને હીંચકતા, રોજ મારે ધારવાના***

કિશોર જિકાદરા

એકબાજુ રોજ પુષ્કળ જોડકણાઓ ઠલવાય છે, એકબાજુ છૂટાછવાયા અત્યારે પણ થોડાક ગઝલકારો નિષ્ઠાથી ગઝલને અને પોતાના ગજાને તાગી રહ્યા છે. કિશોર જિકાદરા એમાંનું એક નામ છે. – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

(‘હૈયાસરસી’ની પ્રસ્તાવનામાંથી) 

‘કાવ્યવિશ્વ’ને આંગણે કવિનું સ્વાગત છે.  

12.2.22

***

છબીલભાઈ ત્રિવેદી

13-02-2022

કિશોર જિકાદરા ના શેર ખુબ ઉત્તમ બધાજ શેર ખુબ ગમ્યા રાજેશ મિસ્કીન ખુબ સાચુ લખે છે અત્યારે તો થવા દયો કોણ પુછે છે કવિતા છેકે પસ્તી છે આવુ ચાલે છે અેમા રણ મા મીઠી વિરડી સમાન શેર

Dipti Vachhrajani

12-02-2022

ઉત્તમ અને મજાના શેર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *