હરનું હાલરડું

હરનું હાલરડું

એક દેવકી જશોદા બે બેનડી, હરનું હાલરડું;
બે બેની પાણીડાંની હાર્યું રે ગોવિંદજીનું હાલરડું.
દેવકી પૂછે જશોદા કેમ દૂબળાં રે, હરનું હાલરડું,
બાઈ, તારે તે કેટલા માસ રે ગોવિંદજીનું હાલરડું.
મેં તો સાત જણ્યાં તોય વાંઝિયાં રે, હરનું હાલરડું,
હવે આઠમાની કરવાની શી આશ રે ગોવિંદજીનું હાલરડું.

પે′લે માસે તે જાણ્યું અજાણ્યું રે. હરનું હાલરડું,
બીજે માસે તે હૈયડામાં જાણ્યું રે ગોવિંદજીનું હાલરડું.
ત્રીજે માસે સૈયરને સંભળાવિયાં રે, હરનું હાલરડું,
ચોથે માસે તે ચૂરમાંના ભાવા રે ગોવિંદજીનું હાલરડું.
પાંચમે માસે તે પંચમાસી બાંધી રે, હરનું હાલરડું,
છઠે માસે તે મૈયર કાગળ મેલ્યા રે ગોવિંદજીનું હાલરડું.
સાતમે માસે તે ખોળલા ભરિયા રે, હરનું હાલરડું
આઠમે માસે મૈયરીએ વળાવ્યાં રે ગોવિંદજીનું હાલરડું.
નવમે માસે તે કાનકુંવર જલમિયા રે, હરનું હાલરડું,
સોના-છરીએ તે નાળ વધેર્યા રે ગોવિંદજીનું હાલરડું.
એ તો રૂપલાની કોશે ભંડાર્યા રે, હરનું હાલરડું,
પાણી સાટે દૂધડીએ નવરાવ્યાં રે ગોવિંદજીનું હાલરડું.
હીર સાટે તે ચીરમાં વીંટાળ્યાં રે, હરનું હાલરડું,
ચોખા સાટે મોતીડે વધાવ્યાં રે ગોવિંદજીનું હાલરડું.
બાર વાસાનું બાળક બોલિયું રે, હરનું હાલરડું,
માડી મને રમકડાં લૈ આલો રે ગોવિંદજીનું હાલરડું.
સોનાગેડી ને રૂપલા દડૂલિયો રે, હરનું હાલરડું,
જળ જમનાને કાંઠડે દોટાવ્યો રે ગોવિંદજીનું હાલરડું.

સગર્ભા સ્ત્રીને મહિને મહિને શાં-શાં ચિહ્નો જણાય, અને બાળના જન્મસમયે શી-શી વિધિઓ કરાય તેનું વર્ણન છે.

13.2.22

આભાર

19-02-2022

આભાર ચૈતાલીબેન, દિપ્તીબેન, મેવાડાજી, છબીલભાઈ, ઇંગિતભાઈ….

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

14-02-2022

હાલના સમયમાં જ્યારે સંયુક્ત કુટુંબો ઓછા થતા જાય છે ત્યારે હાલરડાનું મહત્વ કોણ સમજે? મજા પડી.

Chaitali Thacker

13-02-2022

ખૂબ સરસ …
આજની પ્રેગ્નન્સી ફોટો શૂટ કરાવતી થનાર મમ્મીઓને અર્પણ …..

Dipti Vachhrajani

13-02-2022

મજા પડી વાંચવાની. ખૂબ સરસ.

છબીલભાઈ ત્રિવેદી

13-02-2022

આજનુ કાવ્ય વિશ્ર્વ નુ કાવ્ય હાલરડુ કાવ્ય ખુબજ ગમ્યું હાલરડા તો આપણી ભાષા ની શાન છે ચેલૈયા, શિવાજી નુ હાલરડુ તો વિશ્ર્વ વિખ્યાત છે.

Ingit Chinu Modi

13-02-2022

હાલરડું….. બહુ વર્ષ પછી વાંચ્યું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: