મનોજ ખંડેરિયા ~ યાદ ભૂંસાતી રહી * Manoj Khanderiya

યાદ ભૂંસાતી રહી કે હું ~ મનોજ ખંડેરિયા 

યાદ ભૂંસાતી રહી કે હું – ખબર પડતી નથી
જ્યોત બુઝાતી રહી કે હું – ખબર પડતી નથી

હું થતો ભરચક ફૂલોની સાવ વચ્ચેથી પસાર
મ્હેક વીંધાતી રહી કે હું – ખબર પડતી નથી

કૈં યુગોથી છું સફરમાં તોય પ્હોંચાયું નહીં
કેડી રોકાતી રહી કે હું – ખબર પડતી નથી

ક્યાં હવે પળને લીલીછમ રાખનારાં આંસુઓ
આંખ સુકાતી રહી કે હું – ખબર પડતી નથી

એક લક્કડખોદ ઘસતો ચાંચ સૂની સાંજ પર
ડાળ છોલાતી રહી કે હું – ખબર પડતી નથી

મનોજ ખંડેરિયા

OP 10.7.22

***

છબીલભાઈ ત્રિવેદી

10-07-2022

વાહ મનોજભાઈ ની રચના ખુબ ગમી આભાર લતાબેન

Kirtichandra Shah

10-07-2022

Mahek vindhati rahi ke hu;Terrific

દીપક વાલેરા

10-07-2022

ખૂબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: