શૈલેષ પંડ્યા ‘ભીનાશ’~ ડૂમો ભરાવા

ડૂમો ભરાવા લાગશે ~ શૈલેષ પંડ્યા ભીનાશ

ડૂમો ભરાવા લાગશે, આંસુ પરત થશે

આ આંખમાંથી ક્યાં ઝરણ જેવું તરત થશે.

જીવન હતું થોડું અને ઘટના અલગ થઈ

વાતો શરમ છોડીને પાછી કાર્યરત થશે.

મૂંગાં રહ્યાં ને ઓરડાની આબરૂ ગઈ

કોના ટહુકે સોયદોરાનું ભરત થશે?

મારી કથામાં સાવ સીધુંસટ જવાય છે

કોને ખબર સરકારની કેવી શરત થશે!

ચાલાક, હોશિયાર બનવાનું ગમ્યું નથી

‘ભીનાશ’ સમજણ છોડી-છોડી જડભરત થશે.

~ શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

કવિના કાવ્યસંગ્રહ ‘शबनमी आफ्ताब’માંથી આ ગઝલ. નોંધપાત્ર અને સરસ વાત એ છે કે કવિનો આખો ગઝલસંગ્રહ હિંદીમાં અને ઉર્દૂમાં અનુવાદિત થયો છે. આ વાત નોંધપાત્ર એટલા માટે કે સામાન્ય રીતે બીજી ભાષાઓમાંથી ગુજરાતીમાં ઘણું સાહિત્ય અનુવાદિત થઈને આવે છે પરંતુ ગુજરાતીમાંથી બીજી ભાષાઓમાં અનુવાદ બહુ ઓછા થાય છે. આપણી ભાષા માતબર સાહિત્યથી ભરી છે પરંતુ અનુવાદ ન થવાને કારણે સ્થાનિક લેવલે જ રહી જાય છે….. ત્યારે આમ એક સંગ્રહ બબ્બે ભાષામાં અનુવાદિત થાય એ આનંદ અને ગૌરવની વાત બને છે. હિન્દી અને ઉર્દૂમાં અનુવાદ કરનાર છે આપણાં જાણીતા કવિ સતીન દેસાઇ ‘પરવેઝ’

બંને કવિઓને અભિનંદન અને આ સંગ્રહ મોકલવા બદલ કવિ શૈલેષ પંડ્યાનો આભાર…

અનુવાદ વિભાગમાં આજે એમનો એક અનુવાદ મૂક્યો છે. જરૂર જોશો. આભાર

OP 24.7.22

***

Shailesh Pandya ભીનાશ

24-07-2022

Thank you Lataben
Thank you કિશોરભાઈ, સાજ મેવાડા જી,ઉમેશભાઈ જોષી જી,છબિલભાઈ
ખૂબ ખૂબ આભાર

કિશોર બારોટ

24-07-2022

સુંદર રચના.

સાજ મેવાડા

24-07-2022

અભિનંદન કવિ શ્રી ને, ખુબ સરસ રચના

ઉમેશ જોષી

24-07-2022

કવિ શૈલેશ પંડ્યા ‘ભીનાશ’ ની ગઝલના સકળ શેર રોચક અને અથઁસભર છે..
અભિનંદન..

છબીલભાઈ ત્રિવેદી

24-07-2022

અભિનંદન કવિ શ્રી ને ખુબ સરસ રચના આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: