હાલરડું ~ પોઢોને

હાલરડું ~ પોઢોને મારા હરિ

પોઢો ને મારા હરિ હાલો હાલો !

તું તો રે તારા બાપને બહુ વા’લો. – પોઢો ને
તું તો રે તારી માતાનો લાલ. – પોઢોને ને 

મળવાને આવશે વ્રજ તણા બાળા,
તે તો રે લાવશે ફૂલડાંની માળા,
તું તો રે તારા કાકાને બહુ વાલો!-પોઢો ને

મળવા રે આવશે ગોકુળની ગોપી,
તે તો રે લાવશે ફૂલડાંની ટોપી,
તું તો રે તારી માતાનો લાલો ! – પોઢો ને

મળવા આવશે મામો ને મામી,
તે તો રે ભમ્મર તાણી રે’શે સામી,
તું તો રે તારા મામાને બહુ વાલો! – પોઢો ને

OP 25.7.22

***

આભાર

01-08-2022

આભાર છબીલભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર

છબીલભાઈ ત્રિવેદી

25-07-2022

હાલરડુ કાવ્ય પ્રકાર ખુબ સરસ મજાનો બાળક અને ઈશ્ર્વર બન્ને માટે આપણી ભાષા મા ઉતમ હાલરડા જોવા મળે છે ખુબ ખુબ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: