ગુરુદત્ત ઠક્કર ~ મજાનાં શેર

કેટલાંક મજાનાં શેર ~ ગુરુદત્ત ઠક્કર

પ્રેમ તણા દરિયા તટ પર શું લક્ષ્મણરેખા દોરે?

લહેરો આવે ભીંજવવા ને તું વસ્ત્રો સંકોરે! *** 

શાણપણ આવ્યા પછી સળગ્યા કરે

આ હૃદય પણ ઓછું નથી પ્રહલાદથી. **

મનને માર્યું ખાસ્સું વાર્યું, તો’ય કરે બસ એનું ધાર્યું

હોકાયંત્રો ખોવાયા ‘તા, વહાણ ભલા કોણે હંકાર્યું ?**

કોરા કાગળ જેવી રાતો, સ્વપ્નો પારાવાર લખે છે

પ્રેમપદારથ મૂળ તત્વ છે, સૌ વેદોનો સાર લખે છે. **

સ્મરણની એ અતિવૃષ્ટિ, મિલનની બસ અનાવૃષ્ટિ

થીજેલા આંખના વાદળ, ગઝલના શિલ્પમાં ઢાળશે. **

ખુદને લાયક સ્થાન શોધી ચાલવું, મરતબો ને માન શોધી ચાલવું

રાત છો ને ગાય ગીતો દર્દના, આગિયાની તાન શોધી ચાલવું. **

~ ગુરુદત્ત ઠક્કર

હૃદયની ક્ષિતિજ પરમાંથી કેટલાંક મજાનાં શેર (2022)

અમદાવાદ નિવાસી કવિ ગુરુદત્ત ઠક્કર વ્યવસાયે તબીબ છે. ‘હૃદયની ક્ષિતિજ પર’ એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. પિતાજી, માતૃભાષા અને માતૃભૂમિની વંદના સાથે કવિએ શબ્દોની સંગત સાધી છે. ગંભીર સ્વભાવના ધની કવિમાં સહજ સરળતા અને ઊંડાણ આવી પ્રગટ્યાં છે. કવિ પોતે સૂરના અનુરાગી છે આથી લય અને રવાનુકારી એમને આપોઆપ આવી મળે છે. પાંચ કાવ્યસંગ્રહો આપનાર પિતાજી નવનીત ઠક્કર પાસેથી કવિને સાહિત્યનો વારસો મળ્યો છે.

‘હૃદયની ક્ષિતિજ પર, ઊગ્યું શું ને આથમ્યું શું ?’ કહેનાર કવિને આપણે એ જ કહીએ કે ‘શબ્દની ક્ષિતિજ પર ઊગતા જ રહો કવિ !’

‘કાવ્યવિશ્વ’ના આંગણે આપનું સ્વાગત અને અભિનંદન.  

OP 26.7.22

આભાર

01-08-2022

આભાર છબીલભાઈ, રૂપેશભાઈ, ચિરંતનભાઈ, ઉમેશભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર

ચિરંતન બ્રહ્મચારી

26-07-2022

ડૉ.મિત્ર,કવિ મિત્ર અને ગાયક મિત્ર આ ત્રણેય નું સંમિશ્રણ આપણને લાધ્યું છે. અભિનંદન.

Rupesh

26-07-2022

Waaaah…..
All superb 👌👌👌

ઉમેશ જોષી

26-07-2022

કવિ ગુરુદત્ત ઠક્કરના સકળ શેર રોચક છે, મનને સ્પર્શી જાય છે.
અભિનંદન..

છબીલભાઈ ત્રિવેદી

26-07-2022

બધાજ શેર ખુબ ગમ્યા આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: