અયોધ્યા
સતત લોહીમાં સળવળે જો અયોધ્યા.
બનું રામ હું પણ, મળે જો અયોધ્યા.
ભવારણ્યમાં ક્યાં સુધી આમ ભટકું?
વળું કોઈ રસ્તે, વળે જો અયોધ્યા.
ભલે લાગતી રાત વનવાસ જેવી
અગર સ્વપ્ન થઈને ફળે જો અયોધ્યા
ગઝલના ગવાક્ષે કરું હું પ્રતીક્ષા,
બની રામ રકતે ભળે જો અયોધ્યા.
ઘણું સિદ્ધ સીતા સમું થઇ જશે બસ,
અગર ભીતરે ખળભળે જો અયોધ્યા
~ વ્રજેશ મિસ્ત્રી
