સંદીપ પૂજારા ~ ભરશે એ શ્વાસ

ભરશે એ શ્વાસ

ભરશે એ શ્વાસ આવી ગયો એનો પણ સમય!
મંદિરની ઈંટ પર અમે જે દોર્યું’તુ હૃદય!

શ્રદ્ધા ટકી રહી હતી બસ એ જ વાત પર,
ક્યારેક તો જરૂર થશે ધર્મનો વિજય!

જેનો યુગો યુગો સુધી ન અસ્ત થઈ શકે, 
જોશે અયોધ્યા એવા કોઈ સૂર્યનો ઉદય!

દિલથી જે ભક્ત રામનાં દરબારમાં જશે!
બીજી પળે જ એનાં બધા ભયનો થાય ક્ષય!

મૂર્તિ નથી એ માત્ર, પુરાવોય આપશે!
દર્શન કરીને થઈ જશે હરકોઈ રામમય!

~ સંદીપ પૂજારા

રામનવમીના પવિત્ર અવસરે ભગવાન શ્રીરામને ભાવપૂર્વક વંદન

8 thoughts on “સંદીપ પૂજારા ~ ભરશે એ શ્વાસ”

  1. કાવ્યવિશ્વના આભારી છીએ.. ઉત્તમ કવિતાઓ રસિકો સુધી ઉપલબ્ધ કરાવવા બદલ અભિનંદન

  2. કાવ્યવિશ્વ સાઈટ ગુજરાતી ભાષાનું ગૌરવ છે. પ્રતિષ્ઠિત કવિઓની સુંદર રચનાઓ સરળતમ રીતે ઉપલબ્ધ થઇ શકે એ માટેના એડમીનના ઊંડા રસને સો સલામ….. વ્રજેશ મિસ્ત્રી

  3. વ્રજેશ મિસ્ત્રી

    લતાબેનને અભિનંદન અને શુભકામનાઓ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *