*મૃગજળ ઉપર*
આંખને વિશ્વાસ છે મૃગજળ ઉપર;
ત્યારથી જીવું છું દાવાનળ ઉપર.
એટલા માટે હું ભુલાઈ ગયો,
નામ તેં ટાંક્યું હતું ઝાકળ ઉપર.
સત્યને વિશ્વાસમાં લીધા વગર,
લોક જીવે છે ફક્ત અટકળ ઉપર.
એ ગયાં તે દીથી દરવાજો છે બંધ,
જાળાં પણ બાઝી ગયાં સાંકળ ઉપર.
શબ્દ ‘બાલુ’ આટલા મહેકે નહીં,
અશ્રુઓ ટપક્યાં હશે કાગળ ઉપર.
~ બાલુભાઈ પટેલ (25.9.1937 – 8.12.1992)

Vaaah…. ખૂબ ખૂબ સરસ 👌👌👌👌