ચિનુ મોદી ‘ઈર્શાદ’ ~ઇચ્છાસર હવેલીમાં પવન

*આવ્યો હશે*

ઇચ્છાસર હવેલીમાં પવન આવ્યો હશે
ખેપ ખૂશ્બોની કરી ‘ઇર્શાદ’ શું લાવ્યો હશે ?

એમ અટકળ થાય છે કે કોઈ સમજણને લીધે
રોજ સાથે ચાલનારે માર્ગ ટૂંકાવ્યો હશે.

પ્હાડ પર ચડશે અને ત્યારે તળેટી છોડશે
એ વગર તેં હાથ તારો આ…મ લંબાવ્યો હશે.

જાળ સાથે પંખીઓ ગાયબ થયાં એ સાંભળી
ભીંત વચ્ચોવચ પવનને બાંધી દોડાવ્યો હશે.

ભીંત વચ્ચોવચ પવનને બાંધી દોડાવ્યો હશે
ખેપ ખૂશ્બોની કરી ‘ઇર્શાદ’ શું લાવ્યો હશે ?

~ ચિનુ મોદી (30.9.1939 – 19.3.2017)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *