પૂજાલાલ દલવાડી ~ દક્ષા વ્યાસ

પૂજાલાલ દલવાડી : અધ્યાત્મભાવી સાધકનું ભક્તિગાન  

ઉન્મીલિત થા અંતર મારા ! દલ દલ નિર્મલ ખોલ  

પરિમલ પ્રેમ તણો પ્રકટાવી અઢળક ઢળતો ઢોળ – પૂજાલાલ દલવાડી

પૂજાલાલ ની કવિ પ્રતિભાનો પૂર્ણ ઉન્મેષ એમના પ્રથમ સંગ્રહ ‘પારિજાત’માં જ માણવા મળે છે. ‘પારિજાત’ના પૂજાલાલ બ.ક. ઠાકોરને માર્ગે જઈ સમર્થ રચનાઓ આપે છે અને આપણા સોનેટકારોમાં સ્થાન પામે છે. ‘પારિજાત’માં સુઘડ સોનેટ ઉપરાંત ગીત, મુક્તક, લાંબા વૃતાંત્મક અને ઉદબોધન કાવ્યો મળીને કુલ 121 રચનાઓનો સમાવેશ છે જેનો પ્રવેશક બ.ક.ઠાકોરે લખ્યો છે. ઊર્ધ્વ  જીવનની અભીપ્સા, દિવ્યતાની ઝંખના અને પરમતત્વ માટે આરતભર્યો ભક્તિભાવ વ્યક્ત કરતી કવિની શ્રી અરવિંદ દર્શન પ્રત્યેની શ્રદ્ધા સરવાણી એમાં તાજગીભર્યો અને કાવ્યાત્મક આવિષ્કાર પામે છે પરંતુ ઉત્તરોત્તર એમનું કલાબળ ઓસરતું જતું જણાય છે. પછી કવિની ગુરુભક્તિ જપમાળા ને સ્તુતિઓ રચવામાં સરી પડતી લાગે છે. – ડો. દક્ષા વ્યાસ

કવિ પૂજાલાલ રણછોડદાસ દલવાડી 

જન્મ – 17 જૂન 1901 ગોધરા, જિ. પંચમહાલ

કર્મભૂમિ – પૉંડિચેરી

અવસાન – 27 ડિસેમ્બર 1985

કાવ્યસંગ્રહો

1.પારિજાત (1938)  2. પ્રભાતગીત (1947)  3. શ્રી અરવિંદવંદના (1951)  4. શ્રી અરવિંદ મહાપ્રભુ (1972) 5. સાવિત્રી પ્રશસ્તિ (1976)  6. જપમાળા (1945)  7. ઊર્મીમાળા (1945)  8. ગીતિકા (1945) 9. શુભાક્ષરી (1946) 10. આરાધિકા (1948)  11. મા ભગવતી (1974)  12. મહાભગવતી (1977)  13. બાલગુર્જરી (1980)  14. કિશોરકાવ્યો (1979)  15. કિશોરકુંજ (1979)  16. કિશોરકાનન (1979)  17. કિશોરકેસરી (1979)  18. પાંચજન્ય (1957)  19. મુક્તાવલિ (1978)  20. શુક્તિકા (1979)  21. દુહારાવલિ (1980)  22. ગુર્જરી (1959)  23. વૈજયંતી (1962)  24. અપરાજીતા (1979)  25. કાવ્યકેતુ (1979)  26. સોપાનિકા (1980)  27. શતાવરી (1980)  28. દુખગાથા (1983)  29. ધ્રુવપદી (1978)  30. શબરી (1978)  31. મીરાંબાઈ (1980)     

કવિ પૂજાલાલે 31 કાવ્યસંગ્રહો ઉપરાંત અનેક ગદ્યગ્રંથો ગુજરાતી, અંગ્રેજી તેમ જ સંસ્કૃતમાં પણ લખ્યા છે.

જીવન – પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં. 1918માં મેટ્રિક થયા. શાળાના અભ્યાસ દરમિયાન નડિયાદમાં અંબાલાલ પુરાણીના સંપર્કથી એમનામાં શ્રી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શ્રી અરવિંદનાં આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ જાગ્યું અને દેશભક્તિ તથા ચારિત્ર્યશુદ્ધિના સંસ્કાર પડ્યા. 1923માં એકાદ વર્ષ કોસીન્દ્રાની ગ્રામશાળામાં વ્યાયામ શિક્ષક તરીકે સેવાઓ આપી. 1926થી એમણે પોંડીચેરીમાં શ્રી અરવિંદ અને શ્રી માતાજીનાં ચરણોમાં સ્થાયી વસવાટ સ્વીકાર્યો.

OP 17.6.21

***

Sarla Sutaria

28-06-2021

અધધધધ કાવ્ય સંગ્રહો… ભીતર કેટલું સમૃદ્ધ હશે કવિશ્રીનું 🙏

સુરેશ જાની

24-06-2021

બા – બાપુજી સાથે પોંડિચેરી ગયેલો ત્યારે એમને સદેહે મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.

છબીલભાઈ ત્રિવેદી

17-06-2021

આદરણીય કવિ શ્રી પુજાલાલ દલવાડી વિષે દક્ષાબેન દ્નારા ખુબ ઉપયોગી માહિતી આપી તેમનુ જીવન શ્રી અરવિંદ તથા માતાજી ની નિશ્રા મા વિત્યુ અેખુબજ ધન્યતા ને પાત્ર છે આજનુ કાવ્ય પણ ખુબજ માણવા લાયક રહ્યુ આધ્યાત્મિક રચના ઓ આપણા સાંઈ મકરંદ દવે સાહેબ દ્નારા પણ ઘણી મળી છે આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: