લક્ષ્મીનારાયણ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ ~ વીજલડી રે

🥀 🥀

વીજલડી રે, વિજન પથે ઝબકાર
કરી જોજે જરી!

કંઈ ગાઢ વનો પથરાયાં છે,
ઘનઘોર અંધારાં છાયાં છે,
પથચિહ્ન બધાં અટવાયાં છે.
વીજલડી રે! —

સહુ સાથ સંગાથ તજાયા છે,
મન એકલતાથી દુભાયાં છે,
સ્મૃતિની એકજ તું માયા, હે!
વીજલડી રે!—

ઉર દરશન વિણ રઘવાયાં છે,
અંતરનાં દૃગ ખોવાયાં છે,
પેલાં સ્વપ્નોનાં ધામ લુટાયાં છે!
વીજલડી રે!—

~ લક્ષ્મીનારાયણ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ (13.11.1913 – 23.10.1970)

સૌજન્ય : રેખ્તા ગુજરાતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *