વારિજ લુહાર ~ ઝૂમશે ગાશે

ઝૂમશે-ગાશે તળેટી ટોચ પર વરસાદ છે,
આપણે મળશું મજેથી ટોચ પર વરસાદ છે.

સાવ થાકેલા સમયની કાટ લાગેલી ક્ષણો,
લાગશે સોને મઢેલી ટોચ પર વરસાદ છે.

પાંપણો છલકી જશે ને હોઠ પણ ભીનાં થશે,
ના કશી ચાલે અવેજી ટોચ પર વરસાદ છે.

પાઈ શકશે એ મને જો નીતરેલી શક્યતા,
હાથ ના રહેશે હથેળી ટોચ પર વરસાદ છે.

એટલે તો સાદ આવે ખૂબ ઊંડેથી હવે,
ટોચ છે ટોચે ચડેલી ટોચ પર વરસાદ છે.

~ વારિજ લુહાર

3 thoughts on “વારિજ લુહાર ~ ઝૂમશે ગાશે”

  1. લલિત ત્રિવેદી

    वाह वाह, કવિ.. મજા આવી ગઈ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *