🥀🥀
*ગમતી ગલિયું રાખો*
ગજવે ગમતી ગલિયું રાખો;
સરનામું ગોકુળિયું રાખો.
ઘરમાં ઘર ઘર રમવા માટે
એક શિશુ કલબલિયું રાખો.
આંખે અંધારાં ઉજવાશે,
હાથવગું ઝળઝળિયું રાખો.
હીબકાંઓ પણ હળવા થાશે
આંગળીએ ગલગલિયું રાખો.
નામ ઘૂંટો તો ઘૂંટો એનું
બાકી સૌ ગડબડિયું રાખો.
સ્મરણો ખરબચડાં હોવાનાં
અંગરખું મખમલિયું રાખો.
લાભ શુભથી ઉપર છે જે
મનમાં એ ચોઘડિયું રાખો.
~ મધુમતી મહેતા
પોઝીટીવીટીથી ભરી ગઝલ. બીજો, ત્રીજો અને ચોથો શેર….superb
