🥀🥀
*ભરમની ભાંગ*
પરપોટાની કાયા એમાં ભાંગ ભરમની ચડી,
દરિયાની મેં કહી દીધું જા, મને નથી કંઈ પડી.
કણકણમાં મણમણ મુંજારા કયાંથી નિકળે તાગ,
તોય અમે ડૂમા, ડૂસકાંના રોજ ચૂકવતાં લાગ.
પતંગિયાની ફૂંકે એવી મોંભરીયે હું પડી,
પરપોટાની કાયા એમાં ભાંગ ભરમની ચડી.
કીર્તન લાગે કાંટાળા ના સુખ દુઃખના સંધાન,
કેડીના કાવતરામાં ના પગલાંના એંધાણ.
અડીકડીની વાવ વળોટ્યાંવેંત હું એવી દડી,
પરપોટાની કાયા એમાં ભાંગ ભરમની ચડી.
~ મધુમતી મહેતા
આ ગીત એક સરસ ચિંતન લઈને આવ્યું છે.
