🥀
છેવાડેના માણસની
છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થશે ત્યારે
યક્ષ આગળ બેઠેલા જણનાં
મૂલાધારચક્રમાંથી
છઠ્ઠી ઇન્દ્રિય જાગૃતિ થશે ત્યારે ત્યાં
મણિકર્ણિકાઘાટ પર થશે
જયઘોષ ૐ હ્રીમ હ્રીમનો,
છેવાડેના માણસની
છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થશે ત્યારે…
પેલાં બહુ બોલકાં
આગળના જાતિવાચક જણો
છેવાડે આવીને ઊભા હશે
ચૂપચાપ!
~ શ્યામ સાધુ (15.6.1941 – 16.12.2001)
