ન્હાનાલાલ ~ શતદલ પદ્મમાં પોઢેલો

🥀🥀

શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો
, હોય જો દીઠેલો.
શોધ્યાં સરોવર
, શોધી ફૂલવાડીઓ;
શોધી રસકુંજ જ્યાં રમેલો
;

શોધી આયુષ્યની મ્હોરી અમરાઈઓ,
દીઠો ન દુનિયા ફોરેલો:
હો! પરિમલ દાખવો
, હોય જો દીઠેલો.

ફૂલડે ફૂલડે વસન્ત શો વસેલો,
પાંખડી પાંખડી પૂરેલો
;
ભ્રમર ભ્રમર કીધ સંગીત સોહામણો
,
પંખીડે પંખીડે પઢેલો:
હો! પરિમલ દાખવો
, હોય જો દીઠેલો.

અડધેરી પાંદડીઓ વીણતામાં વેરી, ને
આસવ ઢોળિયો અમોલો:
હૈયાના ધૂપ સમો ઊડતો બતાવો કોઈ
જીવનપરાગ જગતઘેલો:
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.

શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો, હોય જો દીઠેલો.

~ ન્હાનાલાલ (16.3.1877 – 9.1.1946)   

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *