ફિરદોસ દેખૈયા ~હું છું સવાલ

🥀🥀

હું છું સવાલ સહેલો ને અઘરો જવાબ છું,
ને હું સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.

મારી તો કેફિયત છે  બસ એકાદ વાક્યની,
આદમની ભૂલનો રજેરજનો હિસાબ છું.

પામી શકે તો પામ મને શુદ્ધ  ભાવથી,
ફૂલોની મ્હેક છું  અને જૂનો શરાબ છું.

આપ્યું છે કેટલું એ કશું યાદ તો નથી,
આ પ્રેમના વિષયમાં ઘણો બેહિસાબ છું.

એક યારની ગલી, બીજી પરવરદિગારની,
ના ત્યાં સફળ હતો,  ન અહીં કામિયાબ છું.

~ ફિરદોસ દેખૈયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *