મનોહર ત્રિવેદી ~ થોડી ચિંતા

🥀🥀

થોડી ચિંતા પણ થાય
થોડી પીડા પણ થાય
અરે, હું જ મને ભાળું કાં નંઇ ?

દર્પણમાં જોઉં છું તો પડછાયો હોય:
એને મારામાં ઢાળું કાં નંઇ ? 
સાત સાત પર્વત મેં ઓળંગ્યા
સાત સાત બચપણમાં વીંધ્યા છે વંન
દાદાની વારતામાં હોય એવું ધારેલું
વીંધવું છે માણસનું મંન
પિંજરના પોપટનું ખોલ્યું ‘તું,
એમ ખોલ્યું પોતાનું તાળું કાં નંઇ ?

સોય જેવા નાકામાં સંતો અટવાય
નથી કોઈ કદી અટવાતો ઊંટ
એટલે તો વાયરાથી રેત ઊંચે જાય
પછી ધરતીને આપે સેલ્યુટ
પરખીને ચાલ્યા તે પહોંચ્યા :
તેં ખેસવ્યું એકાદું જાળું કાં નંઇ ?
અરે હું જ મને ભાળું કાં નંઇ ?

~ મનોહર ત્રિવેદી

ગીતો હલકાફૂલકા હોય. વહેતા ઝરણ જેવાં. ચિંતનનો ભાર ગીતોમાં મૂકી શકાય પણ ભાર ન આવે એ રીતે. અહીં કવિ મનોહર ત્રિવેદીએ આવા ઊંડા ચિંતનને ગીત જેવા સ્વરૂપમાં કેવી રીતે પરોવ્યું છે જુઓ ! સોયના નાકામાંથી ઊંટ નીકળી જાય છે ?  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *