🥀
મર્યા પછી પણ દાન કરી છે,
કાયા પણ સુલ્તાન કરી છે.
રાખી એણે કેવી દૂરી?
ખુદને પાકિસ્તાન કરી છે.
પંખીઓનો સોદાગર છે,
ત્યાં કન્યા તેં દાન કરી છે !
આંસુનું પરફ્યુમ વેચવા,
આંખોની દુકાન કરી છે.
ખાદીમાંથી ધીમેધીમે,
જાત અમે કંતાન કરી છે.
~ તેજસ દવે
‘પાકિસ્તાન’ શબ્દ હવે માત્ર કોઈ દેશનું નામ ન રહ્યું !!! ઓહ….
છેલ્લો શેર ખૂબ ગમ્યો.
