🥀 🥀
કઇ જાતનાં પ્રેત અમોને વનવગડામાં વળગ્યાં જી
વમળો ઊઠ્યાં વાયુમાં ને પાણી ભડભડ સળગ્યાં જી
ચપટી દાણા મંત્ર્યા ત્યાં તો ગોટેગોટ ધુમાડા
અવળા સવળા થાતા કિલ્લા, દશ દિશ દ્વાર ઉઘાડાં.
પગમાં અટવાતા મૂંઝારા, કઇ વાટ સંચરિયા જી…
પરપોટાની શય્યા ઉપર, સુખની સેજ બિછાવી’તી
દીવાલોમાં તૂટતી ચીસો, અરવ અરવ પડઘાતી’તી
કાચાં કાચાં સપનાં કોણે ભરબપોરે ભરખ્યાંજી….
~ સોનલ પરીખ
@@
