તેજસ દવે ~સૂનકારમાં ડૂબી જઈને

🥀🥀

સુનકારમાં ડૂબી જઈને
ગામ થયું છે ખાલી
અડકો દડકો દહીં દડુકો
રમતાં દીકરી ચાલી

દીકરી મારું અજવાળું પણ સાથે લઈને ગઈ
મારી સાથે ઘરની છત દીવાલો ઘરડી થઈ
હથેળીઓમાં મહેંદી મૂકી કેમ હું માંગું તાલી ?
અડકો દડકો દહીં દડુકો રમતા દીકરી ચાલી….

હું જ લખું ને હું જ મોકલું મને જ એનો કાગળ
‘તમે કેમ છો પપા લખતા આંસુ આવે આગળ
હજુ કાનમાં આવી બોલે ભાષા એની કાલી
અડકો દડકો દહીં દડુકો રમતા દીકરી ચાલી

~ તેજસ દવે

દીકરીવિદાય હજુ આંસુનો જ ઉત્સવ છે…. હવે દીકરીઓ હસતી હસતી જાય છે ખરી પણ માતા-પિતાની આંખ કોરી નથી જોઈ….

‘હથેળીઓમાં મહેંદી મૂકી કેમ હું માંગું તાલી ?’ કેવું મજાનું ?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *