કુણાલ શાહ ~પાછળ ફરીને

🥀🥀

પાછળ ફરીને જોઉં છું તો પ્રશ્ન થાય છે
ખાલી સમય પસાર કર્યો કે જીવાય છે?

શિલ્પીની સજ્જતા હવે સમજી શકાય છે
મૂર્તિ ની સાથે કોઈની શ્રદ્ધા ઘડાય છે

એ આખરી સફરનો ચમત્કાર છે જુદો
રાજા ને રંક બેઉ ખુદાબક્ષ જાય છે

સંબંધ તૂટવા છતાં અકબંધ આદતો,
હું મોડો પડવા માંગુ ને વહેલા અવાય છે.

અતડા રહીને આટલા ના હાથ મેળવો
ઉષ્મા વિહીન સ્પર્શથી દાઝી જવાય છે

કરતાલ લાકડી કે પછી એકતારો લઈ
તરબોળ થઈ જવાય તો અનહદ ઝિલાય છે

~ કુણાલ શાહ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *