પરબતકુમાર નાયી ~ઢોલ નગારાં વચ્ચે

🥀 🥀

ઢોલ નગારાં વચ્ચે ઝીણી ઝાંઝરમાં જઈ ભળું,
હું મને ખુદને મળું.

અવર લોકના અવગુણ જોવા ખૂબ રચ્યો’તો ખેલ,
કદી ન જોયો ખુદના તન પર અધમણ જૂનો મેલ,
વિધવિધ મહોરાં ફેંકી દઈને અસલ રૂપમાં ઢળું.

ઝાકઝમાળ જગતની જૂઠી, વ્યર્થ બધી પંચાત,
ભીતરની એક ચકમક કરતી અંધકારને મ્હાત!
મને નિરખવા મારા ગોખે, દીવો થઈ ઝળહળું.

~ પરબતકુમાર નાયી

છેલ્લી પંક્તિ વધુ ગમી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *