🥀 🥀
*મૈં હારી*
લગની ઐસી લગ રહી, બસ લગ રહી, મૈં હારી
ઘટ અલખની એકતારી બજ રહી, મૈં હારી
મારે તોરણ શ્યામ પધારે, થારે તોરણ કુણ-કુણ?
પૂછ-પૂછ કર શરમ સે મારી મર રહી, મૈં હારી
અંગ-અંગ પર જગ સુહાવે સોના ઔર સુહાગા
મૈ તો ભીતર, ખુબ જ ભીતર સજ રહી, મૈં હારી
એક પાવ પર થીરક રહી ઔર એક પાવ ત્રિભુવન મેં
ઐસો નાચ નચાયો અનહદ, થક રહી, મૈં હારી
કૈસા બદરા, કૈસી બીજુરી, કૈસા બરખા-પાની
ખુદ કે બીચ ખુદ બરસ રહી, ભૈ બરસ રહી, મૈં હારી
~ સુરેન્દ્ર કડિયા
શબ્દે શબ્દે મીરાં યાદ આવે…. ભાવ મીરાંને અનુભવાવે…..
