ઊર્વી પંચાલ ~રોજ હૃદયે

🥀 🥀

રોજ હૃદયે શ્વાસ ફૂંકે જિંદગી!
પણ કદી કયાં હાલ પૂછે જિંદગી!

સ્વપ્ન આંખોમાં ભરીને ખોલતી,
કેટલો વિશ્વાસ
મૂકે જિંદગી!

હું પકડ મજબૂત રાખું તે છતાં,
રોજ રેતી જેમ
છૂટે જિંદગી.

જીવવા મથતી રહું છું શોખથી,
પણ જૂઓને રોજ ખૂટે જિંદગી.

જોડવા છે કેટલા અવસર હવે,
પણ કરું શું
? રોજ તૂટે જિંદગી!

દીપનો અજવાશ મળતો હોય ત્યાં ,
કેમ આ અંધાર ઘૂંટે જિંદગી !

એક પાછળ એક છૂટે સગપણો,
જો
‘ઉરુ’ ને રોજ લૂંટે જિંદગી.

~ ઉર્વી પંચાલ ‘ઉરુ’

‘સ્વપ્ન આંખોમાં ભરીને ખોલતી, કેટલો વિશ્વાસ મૂકે જિંદગી!’ ગમી જાય એવો શેર થયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *