🥀 🥀
તને કહી દઉં છું હું સાચે સાચું, મારી આંખોએ બેઠું ચોમાસું..!
ઘેરાતા હોય આકાશે વાદળા, મારી અંદર તું એમ જ ઘેરાતો,
વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો, છાતીમાં ડૂમો થઇ જાતો
આગાહી વિના સાવ ઓચિંતો, કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!
આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી, હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા, થોડા તારેય થવાનું અધીરા..!
મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?
~ એષા દાદાવાળા
પ્રેમ, ફરિયાદ, મીઠો ગુસ્સો અને ઘણું બધું…..
