તુરાબ ‘હમદમ’ ~ નથી એક

🥀🥀

*અજંપો*

નથી એક ચપટી નગરનો અજંપો,
મને રોજ પીડે છે ઘરનો અજંપો.

રડે નહિ કદી આમ ઝાકળના રૂપે,
હશે રાતને રાતભરનો અજંપો.

નથી જંપ હોતો કદી ઓસરીને,
સતત કોરી ખાય ઉંબરનો અજંપો.

મંઝિલ મળે ના મળે તોય શું છે  ?
મને છે ફક્ત આ ડગરનો અજંપો.

લીલોછમ્મ લાગું ભલે બહારથી હું,
મને રોજ ડંખે ભીતરનો અજંપો.

પીળા એટલે થઈ ગયા પર્ણ લીલા,
ઝળુંબે સતત પાનખરનો અજંપો.

~ તુરાબ ‘હમદમ’

‘અજંપો’ એ કોઈપણ કવિનો સ્થાયીભાવ છે. પીડા અને અજંપો સાથે સાથે વસે છે અને કવિતાને જન્મ આપે છે.

પ્રથમ શેરમાં ‘ચપટી’ શબ્દની જગ્યા જરા અઘરી લાગે છે. કવિનો ભાવ ‘ચપટી અજંપો’ કહેવાનો જ હશે.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *